કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- `ગઝવા એ હિન્દની સાથે રાહુલ જવા માંગે છે`
નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019), એનઆરસી (NRC) અને એનપીઆર (NPR) ને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત ઉઠી રહેલા વિરોધના સ્વર પર ભાજપના નેતા ગિરિરાજ સિંહે (Giriraj Singh) જડબાતોડ જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આક્રમક પ્રહારો કરતા કહ્યું કે રાહુલ ગાંધી હિન્દુસ્તાનનું ઈસ્લામીકરણ કરવા માંગે છે. ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ઈચ્છે છે કે આ દેશ તૂટે અને તેઓ રાજ કરી શકે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019), એનઆરસી (NRC) અને એનપીઆર (NPR) ને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત ઉઠી રહેલા વિરોધના સ્વર પર ભાજપના નેતા ગિરિરાજ સિંહે (Giriraj Singh) જડબાતોડ જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આક્રમક પ્રહારો કરતા કહ્યું કે રાહુલ ગાંધી હિન્દુસ્તાનનું ઈસ્લામીકરણ કરવા માંગે છે. ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી ઈચ્છે છે કે આ દેશ તૂટે અને તેઓ રાજ કરી શકે.
CAAના સમર્થનમાં અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર પર ભારતીય સમુદાયના લોકોએ કર્યું પ્રદર્શન
રવિવારે રાતે ગિરિરાજ સિંહે ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર રાજકીય પ્રહાર કરતા કહ્યું કે "પાકિસ્તાનના ગઝવા એ હિન્દનું સપનું તો મોદીએ ચકનાચૂર કરી નાખ્યું, હવે રાહુલ ગઝવા એ હિન્દ સાથે જવા માંગે છે. આ CAA, NPR અને NRCનો વિરોધ નથી, તેમની કોશિશ છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ, શીખ અને અન્ય લઘુમતીઓ ન આવે અને રોહિંગ્યા/પાકિસ્તાની મુસલમાનો આવે. દેશ તૂટે અને આ લોકો રાજ કરી શકે."
ચીને 5 લાખ મુસ્લિમ બાળકોને બોર્ડિંગ સ્કૂલોમાં મોકલી દીધા, માતા-પિતા ડિટેન્શન કેમ્પોમાં
તેમણે ગાંધી પરિવાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ લોકો મહાત્મા ગાંધીના આદર્શોની વાતો કરે છે. ગાંધી તો ચોરી લીધુ પણ ગાંધીએ પ્રાર્થના સભામાં 12 જુલાઈ 1947ના રોજ કહ્યું હતું કે જે લોકોને પાકિસ્તાનથી ભગાડવામાં આવ્યાં છે તેમને ખબર હોવી જોઈએ કે તેઓ સંપૂર્ણ રીતે ભારતના નાગરિક હતાં અને તેમને એ પણ ખબર હોવી જોઈએ કે તેઓ અખંડ ભારતના નાગરિક હતાં. ભારતની સેવા કરવામાં અને ભારતના મહિમા સાથે જોડાવવા માટે પેદા થયા હતાં. જો તેઓ આવે તો તેમને એ જ વ્હવહાર અને સન્માન મળે.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....